ગઝલ નથી, આ મારી જાત કાગળ ઉપર
તારાજ નામે આ કાયનાત, કાગળ ઉપર
મૌન તું સમજશે નહિ, હું બોલી નૈ શકું
એટલે લખી નાખી વાત, કાગળ ઉપર
કવિ ને લેખક નો અલગ કેવો હિસાબ
મોત પછી પણ રહે હયાત, કાગળ ઉપર
સાચું કહું છું એટલે ચર્ચાઈ જાવ છું
વિવેચકો સામે શું વિસાત, કાગળ ઉપર
અમથો કરું પ્રયત્ન ને લખાય જાય છે
ઉપસી આવી જીવની ભાત,કાગળ ઉપર
હિમાંશુ મેકવાન
૦૬.૦૪.૧૭
No comments:
Post a Comment