ગઝલ
એક સવારે દિવસ ઊગતા રાત ફરીથી કદિ ન ઊગશે તો શું થાશે?
આંખો અંદર થીજી ગયેલાં સપનાંઓ જો તમને ખૂંચશે તો શું થાશે?
નદી અને દરિયાની વચ્ચે જગ્યા માટે બથંબથ્થા થાશે ત્યારે,
પાણી કોના પક્ષે લડશે એમ અગર જો કોઈ પૂછશે તો શું થાશે?
ચરણ તમારાં ચાલે આગળ ને પાછળ રહી જાતો રસ્તો ધીમે રહીને,
સ્વયં ચોરની માફક તમને સાવ અચાનક આવી લૂંટશે તો શું થાશે?
ધ્રૂજી જાઉં છું એ જ વિચારે હજીયે આજે કે જાણે કોઈ ‘અસુર’ માફક,
સ્મરણ-મહેલમાં મારો આ ભૂતકાળ મને બોલાવી પૂરશે તો શું થાશે?
‘એમ કદિ કંઈ કૂંપળ ઊગે દરવાજા પર?’ તમે એમ પૂછો ને ત્યાં તો-
‘મારે પાછું વૃક્ષ થવું છે’ એવું જો એ બોલી ઊઠશે તો શું થાશે?
- તેજસ દવે
No comments:
Post a Comment