*સુ-સંબંધ માં પણ વજન નીકળે છે,*
*કદી કો 'ક મારૂ સ્વજન નીકળે છે..*
*છુપાવી ઘણી મેં વ્યથા દીન મન ની,*
*પ્રણય ના પુરાવા ગહન નીકળે છે..*
*નથી કોઈ લાંબી નિશાની કદમ ની,*
*ડગર ને મળું ત્યાં કફન નીકળે છે...*
*વસંતે ખિલે છે ફૂલો ને ટહુકા,*
*સુકી ડાળખી એ રુદન નીકળે છે....*
*ખબર શું?રઝળતી તરસ ઝાંઝવાની,*
*કદી ક્યાંક રણમાં ચમન નીકળે છે...*
*-નીતિન મહેતા..*
No comments:
Post a Comment