Monday, 17 April 2017

ગઝલ

હવે તો એવું લાગે છે કે ઘણું બધું જીવી ગયો છું
આ જુવો પરપોટાના પરિઘ સુધી પહોંચી ગયો છું

જીવન વિસ્તારની હદ જોઈને પછી કહું છું નિષ્કર્ષ
પરિઘથી પરત વર્તુળના કેન્દ્ર સુધી પહોંચી ગયો છું

પ્રકૃતિના પર્ણો ને શાખાઓ કાપતો રહ્યો આજ સુધી
ને અંતે થાકીને આખરી મૂળ સુધી પહોંચી ગયો છું

ક્ષિતિજ ની સત્યતા તો ક્ષિતિજે પહોંચુ પછી કહું છું
પણ તે પહેલા જ અસલી સરનામે પહોંચી ગયો છું 

મંદિર મસ્જીદમાં ન મળ્યો તારો પત્તો ખુલ્લી આંખે
ને બંધ આંખોએ અંતિમ દિદાર સુધી પહોંચી ગયો છું
    
સર્વ સંબંધોનું સરનામું અધૂરું લાગ્યું તને શોધવામાં
સંબંધોની પાર જ આખરી મુકામે પહોંચી ગયો છું

આ શબ્દોના સહારે શરૂ થઇ હતી જે સફર "પરમ"
તો નિ:શબ્દની મંઝીલે "પાગલ" થઇ પહોંચી ગયો છું

ઈશ્ક વફા કે લાગણી નો અંતિમ નિષ્કર્ષ જ છે "પરમ"
અંતે નિસ્બતના "પાગલ" પન સુધી પહોંચી ગયો છું

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment