વહી ગયું છે
પાછું ફરી ના શકે
આ બચપણ.
મળે ના તક
બાકી બનવું સૌને
ફરી બાળક.
અંચળો ઓઢી
થાકી જવાયું હવે
મોટપ તણો.
મોહરા મોઢે
ઉતરે જો કદી તો
બનું બાળક.
ખોટી રમાય
રમત એ પહેલા
મળે બાળક.
પામું ના ભલે
હૈયે જીવતું રાખું
આ બચપણ.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
મારુ પ્રથમ હાઈકુ કાવ્ય.
No comments:
Post a Comment