Wednesday, 19 April 2017

ગઝલ

" દીવાસળી "

આગ કેટકેટલી એની અંદર ભરાઈ છે
એટલે તો એને દીવાસળી કેહવાઈ છે

ચોક્કસ નિર્દોષ છે,  વિશ્વાશ કરો ને
ખાલી અમથી એ આગમાં લપટાઈ છે

આપવા અજવાળું કોઈ પારકાં ઘરને
આખે આખી એની જાત હોમાઈ છે

ખુદને ના બાળે ત્યા સુધી જ કામની છે
સળગી ગયા પછી,  ભોંયે કેવી પટકાઈ છે

એને પણ છે ખ્યાલ મર્મ જીવનનો
એટલે ખોખામાં, એકબીજાથી વીંટળાઈ છે

નાની અમથી છે,  પણ કમાલ તો જુઓ
આખી વસ્તી બાળવા એકલી વપરાઈ છે
હિમાંશુ મેકવાન
૧૫.૦૪.૧૭

No comments:

Post a Comment