હમેશા વ્હાલનો આધાર છે દીકરી,
ને ઇશ્વરનો ખરો અવતાર છે દીકરી.
કહો જો ઢાલ તો અે ઢાલ છે દીકરી,
કહો તલવાર તો તલવાર છે દીકરી.
શું જોવી વાર તિથિ કે વરસની રાહ,
ખરેખર હર દિવસ તહેવાર છે દીકરી.
જો માનો છો તમે હૈયું છે આ દીકરો,
સ્વીકારો અેય કે ધબકાર છે દીકરી.
જનમ પહેલાં જ આપો છો મરણ અેને,
ગુનેગાર આપ કે ગુનેગાર છે દીકરી ?
મહેકથી તરબતર છે એનું અજવાળું,
દીવાથી પણ વધુ દાતાર છે દીકરી.
No comments:
Post a Comment