મારી જીવનસંગીની સોનુ ભાટીયાને જન્મ દિવસે મારા તરફથી , આ શબ્દોના ફૂલીનો ગુલદસ્તો સપ્રેમ અરપુ છું.
શુભ કામના શુભ કામના,શુભ કામના
સોનુ તુજને જન્મ દિવસની શુભકામના.....
આજ અવસર રૂડો છે
ઉગ્યો સોનાનો સૂરજ છે,
ઉછળે મુજ મનમાં મોજા આનંદના
સોનુ તુજને જન્મ દિવસની શુભકામના.....
કળીઓમાં આજ કોલાહલ છે,
બાગ આખો ચર્ચામાં લીન છે.
રોજ ગાય છે ક્યાં અનિલ ગીત પ્રેમના?
સોનુ તુજને જન્મ દિવસની શુભકામના
ઈચ્છાના આકાશે તારા ટમટમે,
તું જે વિચારે એ તને તુરંત મળે,
ફૂલ તને ને કાંટા મળે મને તુજ ભાગના.
સોનુ તુજને જન્મ દિવસની શુભકામના
દુઃખના કાળા વાદળ ના નડે,
હાથમાં દુઃખની રેખા ના રહે,
વરસે સદા અમી જળ સુખ - શાંતિના.
સોનુ તુજને જન્મ દિવસની શુભકામના
સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment