અકળ કો તાગ માં અટવાય માણસ,
સમયની આગ માં સપડાય માણસ.
પતન, ભ્રમણા, વ્યથા, રકઝક, તમાશા,
અલગ સૌ રાગ માં તરડાય માણસ.
મળે જ્યાં ઢાળ, ઢળતો પળ માં એ તો,
ગજબ છે લાગ માં લપટાય માણસ.
કપટ, અહંકાર ઈર્ષા થી છલોછલ,
ગમે તેવા દાગ થી ખરડાય માણસ.
ગરથ, વ્યાપાર, રજવાડાં ની લાલચ,
પળે પળ માંગ માં મુરઝાય માણસ.
પ્રતિષ્ઠા, રોકડા, સોના ની લ્હાયો,
ચમક માં રોજ જો અંજાય માણસ.
ડો. જિજ્ઞાસા છાયા ઓઝા
No comments:
Post a Comment