જરાક સુખ કે દુઃખ મનને જ્યાં અડવા લાગે
તરત જુવો આંખથી આંસુ ત્યાં દડવા લાગે
મળી જાય કોઈ મનને સમજનાર જો
તો વરસો ના વરસો પણ ટુંકા પડવા લાગે
ગમતું હોય તે ક્યારેક અણગમતું, થાઈ ને
અણગમતા નો રંગ જીવન પર ચડવા લાગે
બહુ ગમતા શબ્દો પણ જુવો ને ક્યારેક
કેવા મભમમાં બોલાય ત્યારે કડવા લાગે
બસ આજ તો વાંધો છે માણસ નો જગતમાં
સમય થોડો સાથ આપે ત્યાં ઉંચો ઉડવા લાગે
શું કહે "સતીષ" આ જિંદગી વિશે બીજું તો
કદી કુદરતની કહેર તો કદી મહેર જડવા લાગે
- સતીષ સખીયા
No comments:
Post a Comment