મન મૂકીને જિંદગીને ચાહશું,
હોય સુખ કે દુઃખ જીવી દેખાડશું.
સાવ કોરું પાનુ છે આ જિંદગી,
ક્યાં શું લખવું એ વિચારો લાવશું.
હસ્તગત એવી કલા કરશું અમે,
દર્દ ભૂલીને હસાવી જાણશું.
સૂર્ય સુખનો ઉગવાનો છે હવે,
યુદ્ધના અંધાર સામે ફાવશું!.
જે હશે એ ચાલશે, હું તૃપ્ત છું,
હાથ ફેલાવી અમે નાં માંગશું.
*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*
No comments:
Post a Comment