Monday, 17 April 2017

ગઝલ

ધડકનોને આજ પાછી આપવાની વાત છે,
બેસણાની એ ખબરને છાપવાની વાત છે.

શાંત બેઠા આંખના આ અશ્રુ મારાં દેખ તું,
આજ તો એમાં પલીતો ચાંપવાની વાત છે.

રાખ ઈશ્વર દર્દ મારુ કૈંક તારી પાસ તું,
દેહ મારો લાકડામાં તાપવાની વાત છે.

ચાલવાનું છે ઘણું લાબું હવે તો રાહમાં,
મૃત્યુથી પેલી કયામત કાપવાની વાત છે.

અલવિદા પણ બોલવાનું છે જગતને પ્રેમથી,
આ 'કજલ'ની જિંદગીને શાપવાની વાત છે.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment