Tuesday, 25 April 2017

અછાંદસ

આછાદસ:હૃદયનું પ્રત્યારોપણ

"ના નહીં ચાલે બદલવું જ પડશે.
ડચ.. ડચ.. બિચારું બધી તરફથી કોતરાઈ ગયું."
એક્સરેને
આડો અવળો,
પાસે દૂર,
ઘડીક અજવાળામાં,
ઘડીક આંખો ઝીણી કરી,
ચશ્મા ઊંચા નીચા કરી તપાસ્યો.

"અરે રે.. થોડુંક સંબંધોમાં લાગણીઓથી,
થોડુંક અનઅપેક્ષિત માંગણીઓથી,
ખુદ કાતર થઈ વેતરાઈ ગયું."

અંતે ડોક્ટરની સલાહ મુજબ..
હૃદયનું પ્રત્યારોપણ ના છૂટકે કરવું પડ્યું.
શ્વાસમાં વધી આવા ગમન
ગુલાબી ફૂલ જેમ ખિલ્યું ચમન,
સ્નેહ ભીના પરિવાર વચ્ચે કામમાં જોતરાઈ ગયું.

ધમનીઓમાં મીઠો ધબકાર જાગ્યો.
લોહીમાં પ્રીતનો ઝણકાર ભાગ્યો.

હું બોલી.."જરા ધીરે.. યાદ છે ને એકવાર તું ફોતરાઈ ગયું 'તુ.!"

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment