જ્યારથી યારી તમારી થઇ ગઇ,
આભ પર મારી સવારી થઈ ગઈ.
હું કહું તમને દિવાના પ્રેમથી,
છો ભલે દુનિયા સયાની થઈ ગઈ.
એક તો માથે તપે ચૈતર અને,
લૂ' સમી એ વાત છાની થઇ ગઇ.
ના તમે સમજો ઇશારો,શું કરું?
આંખ મારી પણ સવાલી થઇ ગઇ.
એક ચકલી આંગણે આવી હતી,
આજ આ ડેલી નવાબી થઇ ગઇ.
શેર ઉપર શેર એ લખતા રહ્યા,
ને ગઝલ આખી રુહાની થઇ ગઇ.
ડૉ. અયના ત્રિવેદી
'અયુ'
No comments:
Post a Comment