તા. 4/4/17 ની તરહી રચનાના ચુનંદા શેરોની સાંઝી ઞઝલ.
---------------------
ऐनी ऐवी महेरबानी थई गई
आपणी झोली ज खाली थई गई - अदम टंकारवी
आपणे गझलोमां कंडारी दीधी
आपणी पीडा खुशाली थई गई
- भरत भट्ट
સાવ ઈચ્છાઓ બધી અળગી કરી
ને ફકીરી રાતપાલી થઇ ગઇ
-હેમા ઠક્કર "મસ્ત "
રંગ લાગ્યો એમ તારા નામનો
હુંય આખ્ખી લે, ગુલાલી થૈ ગઈ
-હેમા ઠક્કર "મસ્ત "
આંખ સાથે આંખ શું તારી મળી
જિંદગી મારી નિરાળી થૈ ગઈ
- સતીષ સખીયા
એક બસ તારી ઝલક જોવા મળી,
આપણે જાહોજલાલી થૈ ગઈ!
-હેમા ઠક્કર "મસ્ત "
જ્યારથી યારી તમારી થઇ ગઇ,
આભ પર મારી સવારી થઈ ગઈ.
- અયુ
હું કહું તમને દિવાના પ્રેમથી,
છો ભલે દુનિયા સયાની થઈ ગઈ.
- અયુ
શબનમી બેઠી સુમન પર સામટી,
ચમનમાંહે તો ખુશાલી થઈ ગઈ !
-'કાન્ત'
એક તો માથે તપે ચૈતર અને,
લૂ' સમી એ વાત છાની થઇ ગઇ.
- અયુ
આંગળી અડકી હતી જે પ્રેમથી
એ જુઓ તો રાતરાણી થઈ ગઈ !
-શબનમ
ભીંત ચણવા હાથ લાંબો ના કરો
બારણું ખોલ્યું ને બારી થઈ ગઇ.
- આકાશ
મ્હેક આ લોબાનની ફોરે અહો!
ચૌદિશે તારી નીશાની થૈ ગઈ!
-હેમા ઠક્કર "મસ્ત "
શ્વાસનું સગપણ થયું છે યાદથી ,
ગાલ પર ઇચ્છાના ,લાલી થઇ ગઇ
- દેવેન્દ્ર ધમલ
મેં કહી જ્યાં વાત મારા પ્રેમની ,
એમની પણ હાથતાલી થઇ ગઇ
- દેવેન્દ્ર ધમલ.
પામવાને પ્રેમ તારો જિંદગી
સાવ કેવી જો હઠીલી થૈ ગઈ
- સતીષ સખીયા
હું તરસનુ ટીપું હાથે લઈ બેઠો,
આંખ મારી સાવ પાણી થઈ ગઈ.
-શૈલેષ પંડ્યા
કેટલા આંસુ વહાવ્યા જોઈલો
આંખ જાણે સાવ ખાલી થઈ ગઈ
-પૂર્વી બ્રહ્મભટ્ટ
કેટલું પામ્યો તને ચાહી , છતાં,
લોક બોલે પાયમાલી થઇ ગઇ.
- દેવેન્દ્ર ધમલ
દર્દ આહો પ્રેમમાં જ્યાં જ્યાં થયા ,
એ ઇબાદત ને કવ્વાલી થઇ ગઇ.
- દેવેન્દ્ર ધમલ
કેસુડાની છાંટ રંગી જો મને
જીંદગી આખી ગુલાલી થઈ ગઇ
- તૃષા
એ હથેળી ના મળી આ હાથમાં
ને નજર સૌની સવાલી થઈ ગઇ
-તૃષા
ઓફિસે થી તો સમય પૂરો થયો
લ્યો હવે ઘર કામવાલી થઇ ગઈ
~ પ્રવીણ દૂધરેજિયા
જીંદગી કેવી હતી ભરપુર આ આ,
તમ વિનાની સાવ ખાલી થઇ ગઇ.
-નટવર ટાંક
સંકલન :- ભરત ભટ્ટ -દેવેન્દ્ર ધમલ.
No comments:
Post a Comment