દાવો અમારા પ્રેમનો બદલા વિના નથી
આ એવી 'હા'છે,જેમાં તમારીય 'ના'નથી
સંજોગથી વિવશ છો એ સુંદર દલીલ છે
ચાલો મને કબૂલ તમે બેવફા નથી
માંગુ છું એવું કંઈ કે કરે એ વિચારણા
જલદી કબૂલ થાય એ મારી દુઆ નથી
લાખો વિલાસ મારા છતાં કેવી વાત છે??
લાગે છે કોઈવાર કશામાં મજા નથી
બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી
જાણે કોઈ કહે મને તારી તમા નથી
સારું છે તારું રૂપ છવાયું છે ચોતરફ
મારી નજરને ક્યાંય કશી સ્થિરતા નથી
એમાં કશી ફરજ ન સમજની જરૂર છે
જ્યાં ઓ 'મરીઝ'દર્દ નથી,એકતા નથી..!!
- 'મરીઝ'
No comments:
Post a Comment