અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે ,
રાખીશ આંખો બંધ હું , આમ ન તંગ કરે ,
ગમે તેવો ભલેને હું છું ,
પણ પ્રેમ તો સૌને કરું છું ,
મારી જ સાથે રોજ આમ ન જંગ કરે ,
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે .
જ્યારે મારી સામે હસે છે ,
ત્યારે તે મને બહુ ગમે છે ,
ખુશી ખુશી સદા આમ મારો જ સંગ કરે .
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે .
કોઇ કહે દુનિયા બેરંગી છે ,
કોઇ કહે જગ ફિરંગી છે ,
છોડી બધા રંગો મને મનગમતો જ રંગ કરે .
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે .
બનાવટી પ્રેમ અહીનો દસ્તુર છે ,
ખોટા વખાણ 'જશ' વિવેક છે ,
અરીસાની મર્યાદાનો સૌ આમ ન ભંગ કરે .
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે .
અરીસાને કહી દો સામે જોવાનું બંધ કરે ,
રાખીશ આંખો બંધ હું , આમ ન તંગ કરે .
જશુ પટેલ
૧૭-૦૪-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment