તું શીખર પર છે ખાઈ ને ધકકા ચડયો,
મને ખુશી કે હું મરજીથી ખાડામાં પડયો.
નડી ગઈ આ બેફીક્રી જિંદગીમાં બહુ,
ને આંધળો વિશ્વાસ પણ બહુ નડયો.
આ હોનારતમાં ઍક હું જ ઘાયલ થયો,
દિલનો ડબ્બો પાટા પરથી ખડી પડયો.
હદથી વધારે જેમાં ભળી હતી મીઠાસ,
ઍ સબંધ વખત આવતા પહેલા જ સળ્યો.
મારી ન્હોતી ઍ ખુશીય માણી લીધી,
મારા ન્હોતા ઍ દુખો ઍ મુજ ને ઘડયો.
- દિપક ઠાકર
No comments:
Post a Comment