Monday, 17 April 2017

ગીત

***
શામળીયાને શ્વાસ ચડ્યો છે
-પ્રકાશ પરમાર

શામળીયાને શ્વાસ ચડ્યો છે ગોવર્ધન ઊંચક્યાનો ;
'વેન્ટીલેટર' પર રાખ્યો છે એને સૌથી છાનો છાનો.

ગોકુળિયામાં સોપો પડી ગ્યો મૂંઝવણને સરનામે
'ઈ.સી.જી' ને 'ઇકો ' કરાવી 'લેબ ' નામના ધામે
હૃદયકંપ આવે પછી માણસ ક્યાં રહેં છે અહિયાનો ?
શામળીયાને શ્વાસ ચડ્યો છે ગોવર્ધન ઊંચક્યાનો ;
'વેન્ટીલેટર' પર રાખ્યો છે એને સૌથી છાનો છાનો.

મારી ઠેકડાં શિકે ચડી હવે માખણ નહિ ખવાશે
મારી ધુબાકો જમનામાંથી દડૂલો નહિ લવાશે
ગર્વ બધોયે ગળી જવાનો કાળી નાગ નાથ્યાનો
શામળીયાને શ્વાસ ચડ્યો છે ગોવર્ધન ઊંચક્યાનો ;
'વેન્ટીલેટર' પર રાખ્યો છે એને સૌથી છાનો છાનો.
(સુરત )

No comments:

Post a Comment