નકરા કામણ પાથરવાનું રે'વા દે તું
નેણો થી ઘાયલ કરવાનું રે'વા દે તું.
તારી સામે તાકીને અંજાયો છું હું
આંખોમાં કાજલ ભરવાનું રે'વા દે તું
હોઠો પરની લાલી તારા શેની છે હેં?
ફૂલોની સાથે ફરવાનું રે'વા દે તું.
લે,તારી આ લટ પસવારું મારા હાથે,
મનને મારા મંતરવાનું રે'વા દે તું
છે ઈજારો દિલ પર મારો ,હું માલિક છું,
છાના પગલે સંચરવાનું રે'વા દે તું.
કવિ -જુગલ દરજી
'માસ્તર'
No comments:
Post a Comment