થોડાંક શમણાઓને આંખોમાં સજાવ તું ,
તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .
કેમ બોલે તું ઢીલું ,
મુખ છે કેમ વીલું ,
લમણે હાથ દઈ બેસી રહેવાથી કશું નહિ મળે ,
પથ્થરોને ફોડવાની હિંમત કરીને બતાવ તું .
તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .
બેસી રહે તે ચાલશે નહિ ,
કર્યા વિના કશું મળશે નહિ ,
ઊઠ , થઇ જા તૈયાર , છોડી દે ચિંતા ,
નિરાશાના ઊમટેલાં વાદળોને હટાવ તું .
તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .
આપત્તિનું નામ છે જીવન ,
વેદોનું છે એ જ વચન ,
તકલીફ સદા રહેવાની છે જીવનમાં દોસ્ત ,
હવે કિસ્મત સાથેના હિસાબને પતાવ તું .
તારા સુતેલાં બધા અરમાનોને જગાવ તું .
ઇરાદા મજબુત બનાવ તું ,
ઇચ્છાઓને પંખ લગાડ તું ,
જોજે પછી કેવો ઊડે છે આસમાનમાં ઊંચે ,
કોઇ અલગ નવો રંગ હૈયાને 'જશ' લગાવ તું .
તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .
થોડાંક શમણાઓને આંખોમાં સજાવ તું ,
તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .
જશુ પટેલ
૧૨-૦૪-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment