Monday, 17 April 2017

ગઝલ

જે ગમે તે બધું કરાય નહીં,
ઢાળ પર જળનું ઘર ચણાય નહીં.

આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?

દોસ્ત વિસ્મય વિષય તો અઘરો છે,
કોઇ બાળક વગર ભણાય નહી.

સાંજ પડતાં તો સાવ ખાલી થાંઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.

એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઇનાં પણ કદી થવાય નહીં.

આ ફકીરોની બાદશાહી જુઓ,
આપણી જેમ હાય હાય નહીં.

~ગૌરાંગ ઠાકર

No comments:

Post a Comment