Monday, 17 April 2017

ગઝલ

Ek Gazal💐💐

આવીને રાત રોજ કહી  જાય  કાનમાં
તારા બધા જ સ્વપ્ન મેં લીધા છે બાનમાં

ક્યાંથી પછી હું આવી શકું તારા ધ્યાનમાં
લાંબા સમયથી હું જ નથી મારા સ્થાનમાં

મરજી મુજબનું ક્યાંય ના ભેટી શક્યા અમે
આભૂષણોનો  ભાર  હતો  દરમિયાનમાં

તારા સમગ્ર રૂપનો સાક્ષી એ આઈનો
વર્ષોથી એકલો જ છે આખા મકાનમાં

જ્યાં અશ્રુનું કે રક્તનું ટીપું પડ્યું ન હોય,
એવી કોઈ જગા જ નથી હિન્દુસ્તાનમાં

ભાવિન ગોપાણી

No comments:

Post a Comment