"હોય છે"
ઘસો જાત ઉજળી ઘણી હોય છે,
ધરોહર આ ખુદની જણી હોય છે.
ગઝલ એમ કાંઈ લખાતી નથી,
સદા યાદ એમાં વણી હોય છે.
પ્રવેશી હૃદયમાં અજાણી બને,
કસબ લાગણી ક્યાં ભણી હોય છે?
નથી એકસરખા બધાના અહીં,
વિચારે વિચારે ટણી હોય છે.
કરમથી બચીને હવે ક્યાં જશો?
સમય ડંખ દેતી ફણી હોય છે.
હેતલ મકવાણા,હીર,ભાવનગર
No comments:
Post a Comment