🦋🦋 *ગઝલ*🦋🦋
ભજાવે એ નવા કિરદાર હું તો બસ ભવાયો છું,
કરી બાહોશ અભિનય ને દિલોમાં હું છવાયો છું.
પ્રથમ વરસાદમાં થઈ તરબતરને હાથ ઝાલ્યો'તો,
હજી એ રાતથી ને વાતથી ભીતર હવાયો છું.
હજારો જખ્મ આપ્યાં તેં, હસીને મેં સહી લીધા,
છતાં પણ આજ તારા મૌનથી જબરો ઘવાયો છું.
ન'તો હું કાચ જેવો સાવ બટકણ તે છતાં પણ જો,
તમારા હાથથી છૂટીને કેવો નંદવાયો છું.
ખબર મારા મરણની આજ શબ્દો એ છે ફેલાવી,
ગઝલમાં નૈ ભલા આજે મરસિયામાં ગવાયો છું.
કવિ-જુગલ દરજી
'માસ્તર'
No comments:
Post a Comment