ઠેસ
ઠેસ શંકા ની વિશ્વાસ ને લાગે તો,
કાચ ની જેમ વેર વિખેર થાય જીવન
સમાધાન નું ગુંદર કામ ન લાગે
ખડક જેવો અડગ વિશ્વાસ પણ,
થઈ જાય પરપોટા જેવો
સંભારણા મીઠી યાદો ના
ઠેબે ચઢી જાય પળવાર માં
ફૂલો ની છાબ માં પણ
કાંટા શોધવા ટેવાઈ જાય આંખો
મૂકાઈ જાય જ્યારે આડાહાથે
સમજણ ના ચશ્માં
ત્યારે વાવાઝોડું ગેરસમજ નું
કરી મૂકે પ્રેમાળ જીવન ને અશાંત
બસ,એક ઠેસ શંકા ની......
પૂર્વી બ્રહ્મભટ્ટ
No comments:
Post a Comment