એ લજામણી નો છોડ
એ લહેરખી પવનની
એ પાંખો સ્વપ્નોની
એ વાદળી
એ પતંગિયું
એ સારી મિત્ર
હું સુદામો
એને ના ગમ્યું નામ મૈત્રીનું
મારા પાંપણે આંસુની ક્યારી
ને
કહ્યું મેં
હું કોઈ નહિ
તું ક્યાંય નહિ
ને એ હસી
જીવનભર સાથે-સાથે....
'એને'
સંબંધને નામ આપવા નહોતા ગમતા ....
ને હું માનતો
જે સંબંધમાં બંધન નથી હોતા
એ સાચા સંબંધ નથી હોતા ....
ને એ કહેતી ..આ સંબંધ નહિ,
આ તો લાગણી
ને લાગણી તો જન્મે અને મરે
તું ને હું મુક્ત પંખી ......
ને મેં મનને મનાવી
બંધ ના કરેલું
પાંજરું ખોલી દીધું ........
ચિરાગ આર. કોઠારી
No comments:
Post a Comment