તરહી રચના
ભલેને હું દોડું હરણફાળ પણ,
ચરણ મારાં તારાં ભણી હોય છે.
ચડી શીશ શોભે ફુલોની કળી,
હરી એ તો પારસમણી હોય છે.
નજરને નજરનાં સવાલો થશે,
પ્રણયની અહીં વાવણી હોય છે.
મળે જયાં જખમથી મઢેલા ઘણાં,
સભાઓ દરદની ઘણી હોય છે.
લખાઈ ગઝલ જે ખરા પ્રાસમાં,
ગઝલએ હિરાની કણી હોય છે.
કાજલ કાંજિયા 'ફિઝા'
12/4/2017
No comments:
Post a Comment