Tuesday, 11 April 2017

ગઝલ

અહં ની દિવાલો ચણી હોય છે
અહીં સહુને કોઈ ટણી હોય છે

ઇજારો નથી શબ્દનો,ઘાવ પર
અસર મૌનની પણ ઘણી હોય છે

ઉગે લાલિમા સાંજને ,સૂરજે
જતી વેળ ચૂંટી ખણી હોય છે

થવા સત્ય સાબિત,જુઠે સતત
કહાણી હજારો વણી હોય છે

સુખો વાવવાની અપેક્ષા તળે
વ્યથા કેટલીયે લણી હોય છે

અમસ્તી નથી તાસિરે મીઠડી
અમે જાત કડવી છણી હોય છે
Medha Antani
11/4/2017

No comments:

Post a Comment