Tuesday, 11 April 2017

ગીત

ફેસબુક ગીત

ક્યાં છે સાચા પરખંદા ?
ખોટા પોરસ કરી ચડાવે છાપરે અવળચંડા ..!

નહિ રાંધતા આવડે એવા 'રેસિપી' સમજાવે ;
કંઈ પણ આપો એ તો ચાખ્યા વગર કહેશે: ભાવે
ટીઆરપીની જેમ જ પોસ્ટની 'લાઇક' વધારે બંદા
ક્યાં છે સાચા પરખંદા ?
ખોટા પોરસ કરી ચડાવે છાપરે અવળચંડા ..!

ખેતર આખ્ખું લણી લેવાનો એ મનસુબો રાખે ;
સતત ઈચ્છે બધ્ધાં એમાં 'ગમતું ' ખાતર નાખે
જ્યાં ને ત્યાં રોપવા એણે બસ પોતાના જ ઝંડા
ક્યાં છે સાચા પરખંદા ?
ખોટા પોરસ કરી ચડાવે છાપરે અવળચંડા ..!
-પ્રકાશ પરમાર

No comments:

Post a Comment