વાત શી કરવી?
લત્તા નમણી ને નખરાળી, વ્યથાની વાત શી કરવી?
ભલે, નાજુક એ શરમાયે, ગજાની વાત શી કરવી?
બગીચામાં નજર એણે લે નાખી ચોતરફ જોને,
વિંટળાવું ક્યાં ને કોને? કથાની વાત શી કરવી?
તમાશાને તેડું હોય, ભમરાં દોડતાં આવ્યાં,
કટાણે મોં, લત્તા ઊભી, ડખાની વાત શી કરવી?
રિબાતાં'તાં સુમન સૌ બાગના, દિલ રોકકળ કરતું,
લત્તા આવીને ના ઊભી! ખતાની વાત શી કરવી?
ચમેલી, મોગરા, જૂઈ ને ગલગોટા મળ્યા ભેગાં,
લત્તિકાને તરૂવરના દગાની વાત શી કરવી?
ગળું ખંખેરતાં, ડરતાં, કહી વિંટળવા ની ગાથા,
મનાવું કેમ વેલીને? પ્રથાની વાત શી કરવી?
ડો. જિજ્ઞાસા છાયા ઓઝા
No comments:
Post a Comment