Wednesday, 19 April 2017

અછાંદસ

આમંત્રણ આંખોનું છે ભીનું ભીનું
ઉગાવાને અવસર બની આવવું પડશે.
વાણીથી વધાવો છો કેવું!મીઠું મીઠું
ગાવાને કોઈ ગીત મધુર આવવું પડશે.
આમ તો છે ઘણું જુદું જુદું
સમજવાને છે સરખું કશું આવવું પડશે.
કારણ સાથે વર્તવું પડે નવું નવું
હોય પ્રીત વિના કારણ વર્તનમાં આવવું પડશે.
જીવતરે જીવવું લગભગ થોડું થોડું
થોડામાં છે ઘણું સમજવા તો આવવું પડશે.
લાગે છે કદાચ થયું "નીલ" ખુબ મોડું મોડું
જગ્યા ત્યાંથી સવાર પાડવા હવે તો આવવું પડશે.
     રચના: નિલેશ બગથરીયા
              "નીલ"

No comments:

Post a Comment