Wednesday, 19 April 2017

ગઝલ

પાંપણ નીચે યાદો ને સંતાળી છે મેં,
હૈયું બાળીને રાતો અજવાળી છે મેં.

મારા હાથેથી એના હાથે અડકાયું,
જાણે લાગ્યું કે કૂપળ પંપાળી છે મેં

નાજુક નમણી મનગમતી આ એક કળી ને ,
ભરચક કાંટાની વચ્ચે સંભાળી છે મેં

પળ પળ મારી જામ ભરીને  કાઢી છે મેં,
પ્યાલે પ્યાલે સંધ્યાઓને ઢાળી છે મેં.

જલ્દી કરજે જૂજ સમય છે *માસ્તર* પાસે,
મૃત્યુને બીજી વાતોએ વાળી છે મેં.

     કવિ-જુગલ દરજી
               'માસ્તર'

No comments:

Post a Comment