Wednesday, 19 April 2017

છંદ

સાજણ સહ સંસારમાં, જનમ જનમની જોડ
દોડે ભલેને દુનિયા, હાંફી રે ખુદ હોડ

સાજણ સહ સંસારમા, પરસ્પર કર પ્રેમ
ધોમ ઉનાળો ધખધખે, હૈયે વરસે હેમ

સાજણ સહ સંસારમાં, રાખો પ્રિતી રીત
જીવન કેરી જંગમાં, જાજી મળશે જીત

સાજણ સહ સંસારમાં, સાચી હોય સમજ્જ
કંકાસ કજીયા ક્યાય પણ, રહે નહીં રત રજ્જ

સાજણ સહ સંસારમાં, રાજી પ્રાતો રાત
હૈયે રાખોહરખને, મળે ન દખની માત

સાજણ સહ સંસારમાં, યાતના નો લ્યે યશ્શ
અરસ પરસ જો અંત લગ, રાખે પ્રિતી રસ્સ

સાજણ સહ સંસારમાં, મોત લગી કર મૌજ
જનમ જનમનાં ચક્રમાં, રેશું ભેળા રોજ

સાજણ સહ સંસારમાં, નર નારીની નાવ
બુડે નહીં અમ બેડલી,દુનિયા કેરે દાવ

સાજણ સહ સંસારમાં, ભવભવના રખ ભાવ
ભૂંડી રાંકપ ભાગશે, રુદયે બનશો રાવ

- કવિ ધાર્મિકભા ગઢવી

No comments:

Post a Comment