હઝલ
.
એમની ઉંમર મને સો વર્ષ ની છે લાગતી,
યાદ એને હું કરું એ ઓનલાઇન આવતી.
.
ટેગ આપે ફેસબુક માં રોજ ફોટે ખુદના,
ને મળે લાઈક હજારો આશ બસ એ રાખતી.
.
કેટલો છે પ્રેમ એની વાતમાં દેખાય છે,
બાબુ મારા શોનું મારા રોજ એ ફરમાવતી.
.
એમના મેસેજ વાંચીને વિચારું હું સદા,
આટલા રોમેન્ટિક મેસેજ ક્યાંથી લાવતી.
.
નામ પ્રિયાને વળી એંજલ લગાવી ને ફરે,
ને ઘણાએ છોકરાને નામથી લલચાવતી.
.
ફોન નું રિચાર્જ ઉધારીમાં લે છે તે છતાં,
આ બતાવે પ્રિન્સ ને પ્રિન્સેસ એ બતલાવતી.
.
હું ધીરુ ના મુકલાનો તો ઘણો આભારી છું,
"મિત્ર" નહીતો રોજ એ બેલેન્સ બસ મંગાવતી.
.
રાકેશ રાઠોડ "મિત્ર"
No comments:
Post a Comment