Monday, 17 April 2017

ગઝલ

પીધું તમે ક્યારેય? મે એ વાવનું પાણી પીધું છે.
ખાધી તમે જે ઠેશ મે એ ઘાવનું પાણી પીધું છે.

ના સ્થિર થૈ ટક્યું કદી, જીલ્યું નથી એ કોઈએ પણ
મે તરબતર પલળી અને ઢોળાવનું પાણી પીધું છે.

બીજી તરસની હોય આદત શક્ય છે આખા નગરને
મારે કશું ખપશે નહીં મે ગાંવનું પાણી પીધું છે.

દરિયો ધરે મીઠો બનાવી કોઈ સામે તે છતા પણ
એ નાવને ના છોડવી જે નાવનું પાણી પીધું છે.

પ્યાલા ભરેલા છે અમારી હાટમાં, તો સૌ પધારો
બચપણથી લઇ આજે, અમે સમ ભાવનું પાણી પીધું છે.
               ---ધર્મેશ ઉનાગર

No comments:

Post a Comment