Monday, 17 April 2017

ગઝલ

ફાગણ વને પધાર્યો, રૂડો પ્રસંગ આવ્યો,
ઘોડે ચઢી ને કેસૂડો જો ઉતંગ આવ્યો.

સોહાય કેસરી સાફા, લીલવરણી ચાદર,
આ ઋતુરાજ,વાહ રે! વગડે અઠંગ આવ્યો.

ફૂલો, પતંગિયા, કૂંપણ, શાખ ને કળીઓ,
ગણગણ કરે મળી ભેગાં લે દબંગ આવ્યો.

મ્હોરી વસંત સીમે, અઢળક ઉમંગ છલકે,
ભીંતે, પછીતે, વગડે, સઘળે સળંગ આવ્યો.

ધરતી થઈ રતુંબલ, થોડો પવન ઘવાયો,
ફોરમ લૈ બાથમાં આ સંગીન જંગ આવ્યો.
                       જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment