Monday, 17 April 2017

ગઝલ

આવો કરું હરખના તેડાં સદા સફરમાં,
રાખું ખયાલ ના હો, કો આપદા સફરમાં.

હૈયું ભર્યું હરખ થી મેં આપનું મફતમાં,
કાપી પરત તેં કીધું ના, કાયદા સફરમાં?

મારગ ભલે જુદા છે ને ભાંજગડ ખરી પણ,
સાથે પ્રવાસ કરવાના, ફાયદા સફરમાં.

સદભાગ્ય દીસે છે જો, દૂરે ક્ષિતિજ ભલે હો,
પાળી શકો તમે પણ, આ વાયદા સફરમાં!!

હાંફી જશો તમે જો, સાથી હશે ન વારસ,
મોજે રહીશ નક્કી, બાકાયદા સફરમાં.
               જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment