દરેક લાગણીઓ અહી
તરબોળ છે .
ભીની આંખે પણ ખુશી ના
પુર ભરપુર છે .
તારા સ્પર્શ ની દરેક લાગણી
મારા ઉર માં છે .
તારી મહેક મારા જીવન
બાગ માં પણ છે .
તારી સુવાસ મારા રોમે રોમ
માં આજે પણ છે .
તારા દરેક શ્વાસે જ મારા
દિલ ની ધડકન છે .
અફાટ જળ ભર્યુ આ
"સાગર" માં છતા
તારા અમૃત કેરા પાણી નો તરસ્યો
આજે પણ છે .
- સાગર💐
૧૦-૪-૨૦૧૭
No comments:
Post a Comment