દોઢ વર્ષ થી જાણિતો છતાંય
આજ અજાણ્યો લાગે છે
મને તો આજ માત્ર એ
પહેલી મુલાકાત નો પડછાયો લાગે છે..
પાનખર માં પણ વસંત જેમ
મહેકતો એ
મને તો આજ ખરેલાં પાન જેવો લાગે છે...
હંમેશા મીઠી નદી ની જેમ ખળખળ વહેતો..
આજ ખારા સાગર નો કિનારો લાગે છે..
ના પુછો કોઈ 'અનેરી' ને
શું કામ એ આવો લાગે છે?
એને તો બસ એ પહેલી મુલાકાત નો પડછાયો લાગે છે..
-અંકિતા છાંયા (અનેરી)
No comments:
Post a Comment