પરાયું ગીત ગાયુ એટલે થાકી જવાયું છે
નથી ટહુકી શકાયું એટલે થાકી જવાયું છે
યુગોથી એકધારો એકલી વનવાસ વેઠુ છું
ન દેખાતાં જટાયુ એટલે થાકી જવાયું છે
હતી એ હેમની કિન્તુ હતી બેડી જ તો અંતે
છતાં દોડી જવાયું એટલે થાકી જવાયું છે
મને તેઁ ઝાંઝવાંઓ સાવ ક્ષણભંગુર આપીને
તરસ આપી શતાયુ એટલે થાકી જવાયું છે
ચડયો છે કેફ નકરો શહેરની આબોહવામાંથી
મળ્યો ના પ્રાણવાયુ એટલે થાકી જવાયું છે
હર્ષા દવે.
11/4/17
No comments:
Post a Comment