Wednesday, 5 April 2017

ગઝલ

પુષ્પ, સ્પર્શે રક્તવર્ણુ થાય તો એ પ્રેમ છે
ઝાકળે કોમળ કળી ભીંજાય તો એ પ્રેમ છે

ટેરવે જો સળવળે શબ્દો અચાનક એમનાં,
ને ગઝલ આખી અહી સર્જાય તો એ પ્રેમ છે .

ચિત્રમાં એણે પતંગિયુ ચિતર્યું રંગીન તો,
ગાલ મારાં રંગથી છલકાય તો એ પ્રેમ છે

ફેરવું હું આંગળી ઠંડી હવામાં ભુલથી,
ત્યાં ગગનમાં નામ એ ચિતરાય તો એ પ્રેમ છે,

કેસુડો ખીલે વસંતે કેસરી રંગો સજી
પાનખરમાં  હુંફ એ વર્તાય તો એ પ્રેમ છે .

સ્પર્શના ટહુકા હથેળીમાં થતાં જો ફાગણી
આમ્રકુંજે મંજરી મ્હોરાય તો એ પ્રેમ છે

એક પડઘો થાય, ખાલીપો સુનો રણકાય ત્યાં,
ડાળ લીલી કુંજ થઇ લ્હેરાય તો એ પ્રેમ છે

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment