Wednesday, 5 April 2017

ગઝલ

તારા એક સ્મરણ માત્રથી હું પાનખરમાંયે ખીલતી રહું છું
ને બાકી તારા ખયાલ વગર તો વસંતમાયેં કરમાતી રહુ છું

સંભારણા તારા બન્યા સંજીવની એક એક શ્વાસ માટે
તારી યાદોનાં વાયરાથી અનોખી મસ્તીમાંજ નાચતી રહુ છું

સહનશક્તિની મૂરત સમ ક્યાં કોઈને કદી કંઈ કહું છું
મીઠી વેદનાથી વેલીની જેમ વીંટળાઈને વળખાતી રહુ છું

સમાજના પત્થર ઉપર ઘસાઈ ઘસાઈને પરખાતી રહું છું
ને તારા વિરહની અગ્નિમાં રાખ થઈને પણ નિખરતી રહુ છું

આ "પરમ" પ્રેમની અનુભૂતિમાં એક માત્ર તારી જ અભિલાષા
એજ કષ્મકસ ને એજ "પાગલ"પનમાં અટવાતી રહુ છું

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment