Monday, 17 April 2017

અછાંદસ

ઝંખના : કાવ્ય.શૌર્ય.
મારે ક્યાં તમને , ફસાવવા છે,
મારે તો ક્ષણેક્ષણ ,હસાવવા છે,
તૂટેલા સપના ને તૂટેલી જિંદગી,
બેવ ભેગા કરી, ઘર વસાવવા છે,
એજ ઘરને ,લાગણીથી કરી ભરપૂર,
પ્રેમ રૂપી વાદળા ,એમાં ઠસાવવા છે,
સ્નેહ કેરી ઠંડક થાય, ત્યાર બાદ,
અમી છાંટણાં ,ભવેભવ વરસાવવા છે,
ક્રૂરતા નથી મારામાં, રજ માત્ર વાહ્લી,
ધોધમાર વરસીસ,તમને ક્યાં તરસાવવા છે,
મારે ક્યાં તમને ,ફસાવવા છે,
મારે તો ક્ષણેક્ષણ,હસાવવા છે.
શૌર્ય પરમાર.

No comments:

Post a Comment