Monday, 17 April 2017

ગઝલ

જોવું જોઇએ!

પહાડો પર પહોંચીને, ખીણ મળે તો પડીને જોવું જોઈએ!,
અહીં અંગત ભલા દોસ્તો જો! ન મળેતો રડીને જોવું જોઇએ.

કોઇ તમને તુલસીના છોડ જેમ ઉછેરવા આંગણામાં તૈયારી રાખે,
એખાદ ઘડી અખ>।ઓ કૈં મૌતનો કરવા સવારે બળીને જોવું જોઇએ.

ઘટનાથી ઘટના,આઘાત પર આઘાત જોવાથી પરશ્નો થાવાના હો?
ભુસવાનું,લખવાનું,જીવતરનું પાનુ ભૈ ફાડીને જોવું જોઇએ.

સરપાઈઝ આપવા પાઘર સુધી પહોંચેલાને પાછો ના વાળી દો!
અમસ્તુ ખુદ આંખ સામે જ ઘરને તમારા બાળીને જોવું જોઇએ.

જેના ઘરનો લોટો પાણી પીવા આખુ ગામ ,ભલે વેળા મંજૂરી ના આલે,
ભેદો ભુસવા માટે આખેઆખી આપણે તો નદી વાળીને જોવું જોઇએ.
મુકેશ કાનાણી !નાકામ!

No comments:

Post a Comment