હું ઉઘાડું મારી બારી ને ચહેરો તેમનો દેખાય નહીં
આવી રીતે તો દિવસ મારો પસાર કદી થાય નહીં
કાતિલ તમારી નજરોને રાખવી હતી થોડી કાબુમાં
મારા ભોળા દિલ ને આમ કૈ ઘાયલ કરાય નહીં
એક એક પથ્થર શેરી તણા કલ્પાંત કરી રહ્યા કેવા
અમારા મહોલા ને આમ અચાનક છોડી દેવાય નહીં
આ તો તમે છો અંગત મારા એટલે વ્યથા ઠાલવું છુ
ગમે ત્યાં તો કથા કૈ પ્રેમ ની મારા થી વંચાય નહીં
હું જાતે પડ્યો હતો ઉંડી પ્રેમ ની ખાઈમાં લપસી ને
મિત્રો એ તો કહી દીધું “મૌન” ને બહાર કઢાય નહીં
વિનોદ બી.ગુસાઈ”મૌન”
No comments:
Post a Comment