Wednesday, 5 April 2017

અછાંદસ

તારા શ્વાસે...

હું તારા શ્વાસે નાભિમાંથી નીકળી,
અલગારી આ દુનિયામાં
પદ્મ થઇ પાંગરી,
પ્રીત કરવા તને
યુગોયુગ
સમાધિ લઈ
ક્ષિતિજ પર રાહ જોતી
ઇન્દ્રધનુષથી રંગાઈ
હજીયે તરસી રહી છું...
કે
તું
વાદળ બની આવીશ
મને તારા આલિંગનમાં
ઓગાળી
વર્ષાની જેમ ભરપૂર
છલકાવી જઈશ...
અને હું?
પરમ તેજે
તારામાં વિલય થઇ જઈશ...
-જીગીષા'રાજ'

No comments:

Post a Comment