Wednesday, 5 April 2017

ગઝલ

જાતને મળવા તમારે એકલું પડવું પડે,
એમ ઓગળવા તમારે એકલું પડવું પડે.

સાબદા હો કાન કેવળ એટલું પુરતું નથી,
સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે.

ગાઢ જંગલમાં બધા સાથે મળી મૂકી જશે,
બ્હાર નીકળવા તમારે એકલું પડવું પડે.

સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે,
સ્હેજ ખળભળવા તમારે એકલું પડવું પડે.

કોઇને ટેકે પ્રભાતી પળ થઈ ઊગી શકો,
સાંજ થૈ ઢળવા તમારે એકલું પડવું પડે.
-નીતિન વડગામા

No comments:

Post a Comment