હવે હું કદાચ ના પણ લખી શકું
ને કદાચ કોમામાં પણ સરી પડું
થવાનું મારું શું હશે તે ના કહી શકું
પણ તમારી ભીની આંખ જોઈ ભાંગી પડું
હું હૈયાત કે હાજર ના રહી શકું
પણ સ્મરણમાં તમારા આવી ચડું
તો તમને બધાને વિનંતિ કરી મુકુ
રડસોના કોઈ નહીં તો હું પણ રડી પડું
શ્રધ્ધાંજલિ જોઈ હું મારી ફુલાઈ શકું
શબ્દો ઉચ્ચારતા તમારા ગળે ડુમો બાઝી નડું
તો જીવ્યુ વસુલ"સતીષ"નુ માની શકું
બસ પછી હું શાંતિથી મોક્ષ ના પંથે પડું
- સતીષ સખીયા
No comments:
Post a Comment