*रेप सोंगना ढाळमां*
હવે ના સતાવ તારા દિલનું તાળું ખોલ,
વધુ નહીં એકવાર I love you બોલ...
બોલે તું એવું જાણે કેસેટ વાળી ટેપ,
પણ તારા વેણ લાગે હ નીસીંગનાં રેપ,
હોઠ છે ગુલાબી અને આંખો ગોળ ગોળ,
વધુ નહીં એકવાર I love you બોલ...
લાંબા તારા વાળમાં જો ફેરવે તું હાથ,
નખરાં લાગે એવાં જાણે અપ્સરાનાં ઠાઠ,
અદા તારી એવી લાગે ઉંમરની હોય સોળ,
વધુ નહીં એકવાર I love you બોલ...
કેટલાં લોકોએ બાઈકનાં ઘસી નાંખ્યા ટાયર,
ગલી ગલી બની ગયાં નવાં નવાં શાયર,
શોધતો હું ફોન નંબર કરવાને કોલ,
વધુ નહીં એકવાર I love you બોલ,
તારી યાદોમાં ઓ સનમ લખી નાખ્યું ગીત,
નથી મને લયની સમજ ના જાણું સંગીત,
તારા માટે તો વેચી નાખું ખેતરનો મોલ,
વધુ નહીં એકવાર I love you બોલ...
હવે ના સતાવ તારા દિલનું તાળું ખોલ,
વધુ નહીં એકવાર I love you બોલ.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
No comments:
Post a Comment